(9) At glance (General Knowledge)



વિશ્વના સાત પ્રાકૃતિક આશ્ચર્યો

વિશ્વના સાત પ્રાકૃતિક આશ્ચર્યો……(Thanks to Divyabhaskar)..A News 

 ગગન મંડલે ઘૂમતી આપણી આ ધરા એટલે કે પૃથ્વી ગ્રહનો સેટેલાઈટ દ્વારા લીધેલ વીડીઓ
નાસાએ રીલીઝ કર્યો ને ત્રણ ભાગ જલથી આચ્છાદિત નિલી ધરા ને રાત્રે પોપટી લીલા રંગની
ધ્રુવ પ્રદેશો પરથી  ઉઠતી રંગીન ઝાંયને જોવી,  વાત આ સદીના મહા પ્રસાદી જેવી  લાગી.
   આવીજ વાત લઈને કુદરતી અજાયબીના સમાચાર દિવ્યભાસ્કર પર વાંચવા મળ્યા.
આજે ચાલો વસુંધરાના આ રૂપને માણીએ….
(સંકલનરમેશ પટેલ(આકાશદીપ)   
-ફાઉન્ડેશને જણાવ્યું કે જરૂરી હશે તો યાદી બદલી પણ શકે છે
-
૭૭ સ્થળોની પસંદ કરાઇ : દુનિયાભરમાં ૧૦ લાખ લોકોનો અભિપ્રાય મેળવાયો
-
વિશ્વના સાત પ્રાકૃતિક આશ્ચર્યોને પસંદ કરવામાં આવ્યા છે. તેમાં એમોઝોનના દળદળથી ભરેલાં જંગલો, વિયેતનામની હૈલોંગ ઘાટી અને આર્જેન્ટિનાના ઇગુઆજુ ઝરણાંનો સમાવેશ થાય છે.આપણા માટે આ બાબત એટલા માટે નિરાશાજનક છે કે સાત પ્રાકૃતિક આશ્ચર્યોમાં ભારતના એકેય સ્થળને સામેલ કરવામાં આવ્યું નથી.એક ગ્લોબલ પોલદ્વારા આ યાદી તૈયાર કરવામાં આવી છે.દક્ષિણ કોરિયાના જેજુ આયરલેન્ડ, ઇન્ડોનેશિયાના કોમોન્ડો, ફિલિપાઇન્સની અંડરગ્રાઉન્ડ નદી અને દક્ષિણ આફ્રીકાનું ટેબલ માઉન્ટેન આ યાદીમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યાં છે.આ અંતિમ યાદી નથી
આ યાદી પર અંતિમ નિર્ણય કરનારી સ્વિસ ફાઉન્ડેશને જણાવ્યું કે આ યાદી અંતિમ નથી.તેની જાહેરાત ૨૦૧૨માં કરવામાં આવશે.જેની તારીખ હજુ નક્કી કરાઇ નથી.જો આવશ્યક લાગશે તો તેમાં સંશોધન પણ કરવામાં આવશે.
યાદી કેવી રીતે તૈયાર કરાઇ
સ્વિસ ફાઉન્ડેશને તેની તૈયારી ૨૦૦૭માં કરી હતી.તેની સ્થાપના ૨૦૦૧માં ફિલ્મકાર બનૉર્ડ વીબરે કરી હતી.ફાઉન્ડેશનમાં આજેઁન્ટીનાના ફૂટબોલર લિયોનેલ મેસી પણ છે.ફાઉન્ડેશનની વેબસાઇટ પર લગભગ ૧૦ લાખથી વધુ લોકોનો અભિપ્રાય મેળવવામાં આવ્યો છે.૨૨૦ દેશનાં લગભગ ૪૪૦ સ્થળો આ સ્પર્ધામાં હતાં.અંતમાં ૭૭ કુદરતી સ્થળોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યાં હતાં. તેમાંથી અંતિમ ૨૮ સ્થળને પસંદ કરવામાં આવ્યાં છે.
કોઇ પણ મત આપી શકે છે
દુનિયાની કોઇપણ વ્યક્તિ અંતિમ સાત અજુબોને પસંદ કરવા માટેન્યુઝ૭વોન્ડર્સએસફાઉન્ડેશનની વેબસાઇટ પર મત આપી શકે છે.લોકો સાત કુદરતી આર્શ્વર્યો માટે વોટકરવા પત્ર,ટેલિફોન અને ઇન્ટરનેટની મદદ લઇ શકે છે.


No comments:

Post a Comment